
પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;
વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,
વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !
કોઇ તો વાત એમના દિલમાં ભરી હશે,
નહીંતર કદી’યે ઊંઘ આ વેરણ બને નહીં!
શબ્દો કદાચ હોઠથી પાછા વળ્યા હશે;
ગાલે શરમનાં શેરડા અમથા પડે નહીં!
સપનાંમાં આવીને કહી દો તો’ય ચાલશે,
કોઇ રસમ સંકોચની ત્યાં આવશે નહીં!
ગુલાબ લઇને આવો તો એટલું વીચારજો;
ફોરમ નહીં આપો તો અસર આવશે નહીં!
પ્રત્યક્ષ કરવાની છે આ વાતો ‘રૂષભ’ બધી,
સંતાઇને જોયાં કરો એ ચાલશે નહીં!
તારી ‘હા’ કે ‘ના’ પર છોડી દીધું જીવન,
અને તરતજ સુખોની ધાત થઈ ગઈ
હજી તો મેં મારા મનને સમજાવ્યુ ય નો’તું,
મુફલીસોની ચર્ચામાં મારીય વાત થઈ ગઈ.
મંઝીલ વગરનો રસ્તો ને સાહીલ વગરનો દરીયો,
સુવાસ વગરના ફૂલ જેવી ઔકાત થઈ ગઈ
ખુદા પર થી ય ઊઠી ગયો છે ભરોસો જ બાદલ,
કે પ્રેમમાં પડ્યા ને બાજી મ્હાત થઈ ગઈ.
હકીકત કાંઈ ઓર હોય છે ને
દેખાડો કાંઈક ઓર હોય છે,
લોકોના હસતા ચહેરાની ભીતરમાં
વ્યથાઓનો સૂનો દોર હોય છે
ઝેરના ઘૂંટડા પી ને
મરી ગયેલુ મન લઈને
જીંદગી સુખેથી જીવવાનો
નર્યો ઢોંગ હોય છે…
વિચારૂં છું કે તને કહી જ દઊં
કે મારી ઊદાસ રાતોનું કારણ તું જ છે…
જે વિચારોમાં પોતાને એકલો જોતો હતો
એમાં પોતાની છબી દેખાડવા વાળી તું જ છે
મારા મન ને મારી એકલતામાં જે મોજ હતી
એને તોડવા વાળી પણ તું જ છે
અરીસામાં આમ વારે વારે ન જોતો હતો
કોઈ મને જુએ છે એ ભાન કરાવવાવાળી તું જ છે
હું શરમાળ છું અને એ સ્વાભાવિક ખાસીયત છે
એટલું સમજીલો કે હું કાંઈ પણ નહીં કહી શકું
પણ મુહબ્બતનો જો ઈઝહાર સમજીલો આંખો થી
તો દરેક શ્વાસમાં શામેલ મેળવશો મને…